Read Harsiddhi Mata Chalisha in Gujarati
માં હરસિદ્ધિના પ્રાગટય ચાલીસા કોયલા ડુંગરે બેઠી કૃપાળી , અરજી ઉરે ઘરજો રે હેત ધરીને હે હરસિદ્ધિ ! સમયે સ્હાયું કરજો રે . વહાણવટી જો વચન દીયે તો , કોઈ ના શકે રોકી રે ; સમંદર તારાં ચરણો ઘુવે , ચારે દિશાએ ચોકી રે . તલવાર ત્રિશૂળ ક૨માં શોભે , સિંહે સવારી તારી રે ; કમળ કેડા જળમાં પાડે , વરદમુદ્રા ધારી રે , આરતી ટાણે ઉજ્જૈન જાતી , સંદયા જ્યારે ઢળતી રે ; હાકલ દેવા હાજ૨ થાતી , પ્રભાતે પાછી વળતી રે . શંખના નાદો , નોબત બાજે , માવડી તારા મોલે રે ; ઝળહળ ઝળહળ જ્યોતુ થાતી , છત્તર તારા ડોલે રે . આરતી કેરાં દર્શન થાતાં , અંતરમાં અજવાળાં રે ; હેતવાળી મા હે હરસિદ્ધિ ! ભાંગે ભ્રમનાં તાળાં રે . વિક્રમની તું વહારે ચડી મા ! ખેલ ખાંડાના ખેલી રે ; બાણ લાખ તેં માળવો દીધો , બાંય ઝાલી થઈ બેલી રે . ક્ષિપ્રા નદીના કાંઠે તું બેઠી , બેઠી હરસિદ્ધિ નામે રે ; પૂજા કરવા મમ્હાકાલ આવે , આવે તમારા ધામે રે . દેવી દયાળી દયા કરીને , દરિયે દોટયું દેતી રે ; શ્રીફળ ચુંદડી સ્નેહ ધરીને , હાથોહાથ તું લેતી રે . ગાધવી બંદર બેસણાં તારાં , વંટોળિયો ના વેડે રે ; વંદન કરીને વટાણવટીને , ખારવા દરિયો ખેડે રે . જગડુશાએ જાવા જઈને